ડાર્કહાર્ટ - the story of sword - 3

  • 3.2k
  • 1.2k

Part 3 " સેવ મી, જેક. પ્લીઝ કમ..." એક સ્ત્રીનો પડછાયો જેક સામે હતો અને તે જેક પાસે મદદ માંગી રહી હતી અને પોતાની પાસે આવવા કહી રહી હતી. જેક તેને જોઈને ગભરાઈ ગયો. તેની આંખ ખુલી ગઈ. આજુબાજુ જોયું તો પોતે રૂમમાં હતો. ફક્ત સપનું હતું તેવો ખ્યાલ આવતાં હાશકારો થયો. ડરને કારણે કપાળ પર પરસેવો વળી ગયો હતો. " ફરીથી ખરાબ સપનું, એઝ ઓલ્વેઝ..." જેક પરસેવો લુછતાં લુછતાં બોલ્યો. તેણે ફરીથી સૂવાની કોશિશ કરી પણ ઊંઘ ના આવી. ઘડિયાળમાં જોયું તો સાત વાગવાની તૈયારી હતી. તે બેડ પરથી ઉતરીને બાથરૂમમાં ગયો અને મોં ધોયું. અરીસામાં પોતાનો ચહેરો જોયો.