મોજીસ્તાન - 5

(41)
  • 6.7k
  • 3
  • 2.4k

મોજીસ્તાન (5) પાનના ગલ્લે એવો રિવાજ હતો કે સાદી તમાકુને ચૂનામાં રગદોળીને હોઠમાં ભરવી હોય તો એનો કોઈ ચાર્જ રહેતો નહીં. બાબાને આ મફતની તમાકુ બરાબર ફાવી ગઈ હતી. તભાભાભા ગોરપદુ કરતા એટલે એમના ઘરમાં સોપારીની તાણ નહોતી. ઘેરથી સોપારીના ચૂરાનો મોટો ફાકડો ભરીને બાબો, હબાની દુકાને આવતો અને સાદી તમાકુનો મોટો ચપટો ભરીને મોંમાં ફાકતો. બાબો રોજરોજ આવીને હબાનું દેશી તમાકુનો ડબ્બો ખાલી કરી જવા લાગ્યો. આ મફતિયા ગ્રાહકને છંડવાડવા માટે એણે હવે ડબો મૂકવાનું બંધ કરવા માંડ્યું. બાબો આવીને દુકાનના બારણાને ટેકો દઈને ઉંબરામાં ઉભડક બેઠો. રોજની જગ્યાએ તમાકુનો ડબ્બો હાજર ન હોવાથી બાબો અકળાયો, કારણ કે સોપારીનો ચૂરો