વિધવા હીરલી - 12

(20)
  • 2.9k
  • 2
  • 1.4k

હીરલી મેળામાં પોતાના હાથે ગૂંથેલા સર્વ વસ્ત્રો અને સુશોભનની વસ્તુ વેચાય ગઈ, તે બદલ ખુશીનો અહેસાસ કરી રહી હતી.જાણે કોઈ ગઢ જીતી લીધો હોઈ.સામાન્ય માનવી નાની નાની ખુશીઓમાં ખુશીને શોધતો હોઈ છે અને તે ખુશીઓથી જીવવાનો નવો જ અનુભવ થતો હોઈ છે. હીરલી પોતાના કાનુડા માટે પાવો અને બીજા કેટલાક રમકડાં લઈને ઘરે ગઈ.બાપ વિનાના સંતાનને કોઈ ખોટની ઉણપ ન રહે તે માટે હીરલી પોતાની સર્વ ખુશી કાનુડાના હાથમાં ધરવા તૈયાર રહેતી હતી.કાનુડો આંગણામાં રમી રહ્યો હતો. માં ને જોતાજ જાણે વર્ષોથી વિખૂટો પડ્યો હોઈ એમ માંની ગોદમાં ભરાય જાય છે." માં, મેળામાંથી મારા માટ હું લાવી?"