વેધ ભરમ - 15

(173)
  • 10k
  • 11
  • 6.1k

પાંચ વાગે રિષભની જીપ પોદ્દાર આર્કેડ તરફ દોડી રહી હતી. રિષભ અને હેમલ શ્રેયાને મળીને સ્ટેશન તરફ જઇ રહ્યા હતા, ત્યારે રિષભ પર દર્શનની વાઇફ શિવાનીનો ફોન આવ્યો હતો. શિવાનીએ દર્શનને કહ્યુ હતુ કે મારે તમને મળવુ છે. તમે મને પોદ્દાર આર્કેડમાં ઓફિસ પર મળવા આવશો? આ સાંભળી રિષભે કહ્યુ હતુ કે “સ્યોર, અમે તમને સાંજે પાંચ વાગે ત્યાં મળવા આવીશુ.” અત્યારે રિષભ અને હેમલ પોદ્દાર આર્કેડમાં શિવાનીને મળવા જતા હતા. શિવાનીનો ફોન આવતા રિષભને ખુશી થઇ હતી કેમકે તેના ઘરે શિવાની સાથે વધુ વાત થઇ શકી નહોતી. રિષભ આમપણ કોઇ અન્ય જગ્યાએ શિવાનીને મળવાનુ વિચારતો હતો. કેમકે તેને એવુ