બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૫

  • 2.6k
  • 872

અધ્યાય ૧૫ સવારે દસ વાગ્યાની આસપાસની ટ્રેન હતી. દિલ્હી સુધીનો પ્રવાસ બાર કલાકનો હતો, પણ એ બાર કલાકો બાર સદીઓ ની જેમ વીતવાના હતા. અમારી બોગીમાં હું, મિનલ,અજ્જુ અને દેસાઈ સાહેબે સાથે મોકલેલા બે હવાલદાર હતા. મિનલને કેટલીય વાર ના પાડવા છતાં જીદ કરીને એ ધરાર બારીની પાસે જ બેઠી હતી અને મૂક બની બહારના દ્રશ્યો સાવ નચિંત થઈ કોઈ બાળકના જેવી ઉત્સુકતાથી જોઈ રહી હતી. એના ચહેરા પર બસ એક જ લાગણી વર્તાતી હતી : આત્મસંતોષની. અજ્જુના ચહેરા પરના ભાવ અને કપાળ પર પડેલી કરચલીઓ એના મનમાં ચાલી રહેલી ચિંતાને સ્પષ્ટરૂપે દર્શાવતા હતા. મિનલની જીદ સામે એણે કાયમની શરણાગતિ