પ્રતિક્ષા - ૫૪

(48)
  • 7.1k
  • 4
  • 1.2k

“તેના કોન્ટેક્ટ વધી રહ્યા હતા. અને એ કોન્ટેક્ટમાંથી જ તેના હાથે નેલ્સનની સ્ટોરી ચડી. તે એની જડ સુધી જવા માંગતી હતી. તેને ખબર હતી કે આ સ્ટોરી પુરા મુંબઈમાં સનસની મચાવશે. અને એ જ સ્ટોરીની લ્હાયમાં તે મારી જાણ બહાર કુમુદની અડફેટે ચડી ગઈ...” રઘુના ચેહરા પર પરસેવો વળી રહ્યો. તેણે હાથમાં રાખેલા રૂમાલથી પરસેવો લૂછ્યો. “હું ચા મુકું...” રઘુને થોડો સ્વસ્થ થવાનો બ્રેક મળી રહે તે માટે ઉર્વા ઉભી થઇ કિચનમાં ચાલી ગઈ. રચિત પણ તેની પાછળ દોરવાયો ઉર્વાને આગળ વાત જાણવાની ઉત્કંઠા તો હતી પણ તે જાણતી હતી કે રઘુ સ્વસ્થતાથી વાત નહિ કહે તો વાતનો કોઈ અર્થ