ભુત સ્ટેશન - ૪

(22)
  • 3.7k
  • 2
  • 1.4k

કમ્પ્યુટર સ્ક્રીન પર અત્યારે ગઇકાલ રત્રિની cctv ફુટેજ ચાલી રહી હતી અને ત્યાં હાજર બધાની નજર સ્ક્રીન પર જ જડાયેલી હતી, જે ચાલી રહ્યું હતું તેના પર કોઈને વિશ્વાસ નહોતો આવતો, નિસર્ગે ફરી-ફરી તે રેકોર્ડિંગ ચલાવી જોયું અને પછી કંટાડીને રેકોર્ડિંગ બંધ કરવાનું કહ્યું. ત્યાં હાજર દરેક અત્યારે વિસ્મયથી એકબીજા તરફ જોઈ રહ્યા હતા, હવે આગળ શું કરવું એ કોઈને સમજાતું ન હતું. “આનું પંચનામું કરો હું ડીઆઇજી સાહેબ ને ફોન કરું” નિસર્ગે હવાલદાર ને સુચના આપી અને મોબાઈલમાં નંબર ડાઈલ કરવા લાગ્યો. સંતોષનગર સ્થિત આ પોલિસ-સ્ટેશન સીધું જ પોલિસ હેડ-ક્વાટરના અંડરમાં આવતું હતું તેથી નિસર્ગને સીધો