પરી - ભાગ-17

(12)
  • 2.5k
  • 2
  • 1.4k

" પરી " ભાગ-17 ગયા ભાગમાં આપણે જોયું કે આરતી અને રોહન પણ માધુરીના સમાચાર સાંભળી ખૂબ દુઃખી થાય છે અને વિચારે છે કે, માધુરીના લગ્ન શિવાંગ સાથે થયા હોત તો માધુરીની અત્યારે આ પરિસ્થિતિ થઇ ન હોત પણ હવે તો ઇશ્વરને ગમ્યું તે ખરું....!! અને બંને જણા એક ઉંડો નિ:સાસો નાંખે છે. શિવાંગ, રોહનને લઇને માધુરીના ઘરે જાય છે. તે ડોરબેલ વગાડે છે એટલે માધુરીના મમ્મી ડોર ખોલે છે. માધુરીના મમ્મી કંઇ બોલે તેની રાહ જોયા વગર શિવાંગ માધુરીના ઘરમાં ઘૂસી જાય છે. માધુરીના પપ્પા સોફા ઉપર બેઠા હતા તેમની સામેની ચેરમાં શિવાંગ બેસે છે અને હિંમત કરીને બોલે