પ્રકરણ-૧૨ વૈદેહીના પ્રત્યાઘાતો વૈદેહી હવે ફરી રેવાંશના ઘરે આવી પહોંચી હતી. પરંતુ સાસરીમાં એનું બહુ સારી રીતે સ્વાગત થયું નહોતું અને એ પણ માત્ર એક પરિક્ષામાં નાપાસ થવાને લીધે? જેની તો વૈદેહીને કલ્પના પણ નહોતી. વૈદેહીએ ઘરમાં પગ મુક્યો ત્યાં જ વૈદેહી ને એકલી આવેલી જોઇને એની સાસુ એના પર બરાબર ભડક્યા. કારણ કે, સાસુને એમ હતું કે, વૈદેહીને એના માતા પિતા મુકવા આવશે અને એને પૂછશે તમારે કઈ પૈસાની જરૂર છે? વગેરે વગેરે... પરંતુ એમનું ધાર્યા મુજબનું કશું જ બન્યું નહિ એટલે એ વૈદેહી પર બરાબરના ભડક્યા. અને રેવાંશ તો વૈદેહી સાથે વાત પણ કરવા તૈયાર નહોતો. એ તો