શનિવારનો દિવસ આવી ગયો હતો અને કાવ્યા વધુ ને વધુ ડરી રહી હતી. તેણે પોતાનો ડર થોડો ઓછો થાય એ માટે પોતાનાં મમ્મી અને સાસુને બધી જ વાત કરી દીધી. એ લોકોની વાતચીતમાં એક રહસ્ય ખુલી ગયું કે પડછાયો શનિવારે જ આવે છે અને ફક્ત કાવ્યાને દેખાય છે પણ આ રહસ્ય ખુલતાંની સાથે જ નવું રહસ્ય ઉજાગર કરી ગયું કે પડછાયો શનિવારે જ શા માટે દેખાય છે. બધાં જ આખો દિવસ સાથે રહીને માતાજીનાં નામનું સ્મરણ કરતાં રહ્યાં જેથી કાવ્યાને ડર ના લાગે. રાતનાં નવેક વાગ્યે બધા ડાાનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યાં હતાં. તે દરમિયાન આકાશમાંથી કાળાં રંગનો ધુમાડો નીચે