કાચિંડા ના બદલાતા રંગ ( આ વાર્તા ઉત્તર ગુજરાતના એક ગામડાનું સત્ય દર્શન છે. લેખકના પોતાના બાળપણના સંસ્મરણો છે. કાચિંડાની જેમ રંગ બદલતા લોક માનસનું આ પ્રતિબિંબ છે. પાત્રોના નામ બદલ્યા છે.) ૨૫ હજારની વસ્તી વાળું એ ગામ. ગામની બહાર એક મંદિર છે અને મંદિરના મોટા પાક્કા ચોગાનમાં વર્ષોથી પુરુષો અને સ્ત્રીઓ માટે બે ઓટલા બનેલા છે. ઓટલા જર્જરિત થતાં ગયા વર્ષે જ નવા બનેલા છે. સાંજના સમયે ગામના વડીલો રોજ દર્શન કરવાને બહાને અહીં ભેગા થતા હોય છે અને અલકમલકની વાતો કરતા હોય છે. ગ્રામ્ય માનસમાં મોટાભાગે લોકોને બીજાની પંચાત કરવાની ટેવ વધારે હોય છે એટલે એવી જ એક પંચાત નું