ગામડાની પ્રેમ કહાની - ૧૫

(39)
  • 4.7k
  • 6
  • 1.9k

ગામડાની પ્રેમકહાનીધનજીભાઈએ કાનજીભાઈ સામે મનન અને સુમનના સંબંધની વાત કરી. મનને મનોમન સુશિલાબેનને ખુશ કરવાનાં વિચારો શરૂ કરી દીધાં.ભાગ-૧૫જીગ્નેશના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે સંગીતની રસમ હતી. બધાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. સુમન તેનાં પરિવાર સહિત જીગ્નેશની ઘરે આવી પહોંચી."આવો... છોકરાંઓ તો ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. સુમન, આરવ, તમે લોકો એમની પાસે જાવ. આપણે બધાં અહીં બેસીએ." નિશાંતનાં મામા ઉમેશભાઈએ કહ્યું.આરવ સુમનની સાથે જ્યાં બધાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. એ તરફ ગયો. નિશાંત તો સુમનને જોતો જ રહી ગયો. કેસરી અને બ્લૂ કલરની ઘેરદાર ચોલી, ને છૂટ્ટા વાળમાં સુમન ખૂબ જ સુંદર લાગી રહી હતી.સુમન જે