Dear પાનખર - પ્રકરણ - ૯

  • 2.7k
  • 1.1k

" શ્રીકાંતભાઈ ! બોલો ! શું પ્રોબ્લેમ છે ? " શિવાલી એ સસ્મિત પૂછ્યું. પરંતુ એ વૃદ્ધ વ્યક્તિ રૂમનું અવલોકન કરવામાં મશગૂલ હતા. કાઉન્સિલિંગ રૂમનાં એક ખૂણામાં નાનકડું પુસ્તકાલય, બીજા ખૂણામાં કૃત્રિમ ફૂલો મૂકેલો ઊંચો કુંજો , ખુરશીની નજીકમાં લંબચોરસ ટેબલ, એના પર પીળા રંગના તાજા ફૂલો ગોઠવેલી ફૂલદાની ! શિવાલીએ ફરીથી પૂછ્યું , " શ્રીકાંતભાઈ ! આપ કંઈ સમસ્યા નિવારણ માટે મારી પાસે આવ્યા છો ?" એ વૃદ્ધ જાણે ચમક્યાં હોય એવા હાવભાવ સાથે શિવાલી સમક્ષ જોઈ રહ્યા , કંઈ પણ બોલ્યા વગર, જાણે કશુંક યાદ કરવા ની કોશિશ કરી રહ્યા હોય. શિવાલીએ એમને