ચોમાસાના દિવસો નજીક આવતા હોવાથી ખેડુતો પોતાના ખેતરમાં કામકાજ શરુ કરવા તૈયારી કરતા હતા,ખેતર ખેડવા માટે હળ તથા બળદ તૈયાર કરી ખેતર જવાની તથા એકબીજાને મદદ કરવા પોતાનાથી બનતી મહેનત કરતા હતા.બીયારણ તથા ખાતર વિગેરે તૈયાર કરીને વરસાદની ચાતક પક્ષીની ડોળે રાહ જોઇ રહ્યા હતા.શરુઆતમાં મોસમનો પહેલો વરસાદ પડ્યો તેથી ખાતર તથા બિયારણ રોપી પાછળના વરસાદની રાહ જોઇ રહ્યા હતા.જો ઊઘાડ પછી સારો વરસાદ થાય તો પાકની ઊપજ સારી થાય નહીતર પાક નિષ્ફળ જાય અને વરસ નબળું થાય.વાદળો ઘેરાતા અને વરસાદ આવવાના એંધાણી બતાવતા હતા પરંતુ વરસાદ હાથતાળી દઇને જતો રહેતો હતો.આમને આમ ચોમાસું પુરુ થવા આવીયુ પરંતુ પાછળનો વરસાદ