કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત.. ______________________________________ રાજા માર્જીયશ થોડાંક આગળ વધ્યા. અને ઓરડીના ખૂણામાં પડેલી મજબૂત ધાતુની પેટી ખોલી. અને પેટી ખોલીને પેટીમાંથી એક જાડા પુસ્તકની બનાવટ જેવી વસ્તુ બહાર કાઢી. અને એ વસ્તુ પ્રોફેસરના હાથમાં આપી. પ્રોફેસરે એ વસ્તુ ઉપર બાંધેલી દોરી છોડી નાખી અને પછી એ કોઈક મજબૂત ઝાડની છાલમાંથી બનાવેલા પુસ્તકને હતું. પ્રોફેસરે એ પુસ્તક ખોલ્યું. પુસ્તકના પ્રથમ પાના ઉપર પ્રાચીન રોમન લિપિમાં સ્પેનિસ ભાષાના "કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત" શબ્દો અંકિત હતા. પ્રોફેસર કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત લઈને બધા સામે ફર્યા. "શું છે પ્રોફેસર આ..? અલગ બનાવટની પુસ્તક જેવી જ રચના ધરાવતું આ પુસ્તક