ઇન્સ્પેક્ટર નિસર્ગ તથા તેના સાથીઓ જે વાતથી પરેશાન થઈ રહ્યા હતા અને જે ઘટનાના કારણે તેઓની ઉંધ હરામ થઈ ગઈ હતી તે ઘટના આ પ્રમાણે હતી. સંતોષનગર- એક ખુબ જ નયનરમ્ય અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતું એક ગામ, આમ કહો તો એક નાનકડું શહેર,કુદરતે જાણે ફુરસતના સમયમાં બનાવ્યું હોય તેમ જ્યાં જુઓ ત્યાં હરિયાળી, ગામની બે તરફથી વહેતી નદી,જાણે કે કોઈ એક વિશાળ નદી ના મધ્ય ભાગમાં ધીમે ધીમે પાણીના બદલામાં જમીન મુક્તા જઈએ તેવી રચના, ગામની ચારેય તરફ નાના-મોટા ડુંગરો એવી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા હતા કે જાણે કોઈ રાજા-મહારાજાએ પોતાના રાજ્યની આસપાસ દીવાલ બનાવી હોય, જ્યાં પણ નજર પડે