“બાની”- એક શૂટર ભાગ : ૨૮“ મીરાંનું મોત કેવી રીતે થયું?” મેં એને ફરી પ્રશ્ન પૂછ્યો. મારો સવાલ પૂછવાથી એ મને એકીટશે જોતી રહી. એના મનમાં કોઈ યુદ્ધ ચાલતું હોય તેમ એ ઝટથી ઊઠી. પાણીનો ગ્લાસ ઉંચક્યો. પીધું. ગ્લાસ ટેબલ પર મુક્યો અને ચાલતાં જ એણે કહ્યું, “ મારું કામ તને આશ્વસ્ત કરવાનું હતું. તમે માસૂમ છોકરીઓ ધ્યાન રાખજો તમારું.” એટલું કહી એણે મોઢા પર બુરખો નાંખીને ચાલતી પકડી.મેં એનો હાથ પકડ્યો, “ તમે મારો જવાબ આપતા જાવ.” મેં એનો હાથ કસીને પકડ્યો. એણે પકડેલા હાથ તરફ જોયું અને ધીમેથી છોડ્યો. એના પછી એણે જે કીધું હું પોતાની જાતને જ એ પ્રશ્ન પૂછતી