સમી સાંજનો સમય ,ઘૂઘવતો દરિયો ઠંડા પવનના સૂસવાટા,અંધારું ઓગાળતો સુરજ, અને આથમતું અજવાળું હતુ ગઝલ અને શાયરી સુરજની ઊગવાની રાહ જોતા હતા આદુ અને એલચી વાળા મસાલા થી ભરપૂર મસ્ત મજાની ગરમ ચા અને સાથે પકોડાની લિજ્જત માણતા પોતાના આલીશાન બંગલો તેજ - તીર્થ મા બેઠા હતા.શાયરીનો હંમેશાથી એક એવો શોખ હતો કે મારા ઘરની બાલ્કનીમાંથી દરિયાનાં ઉછળતા મોજા જોઈ શકું આથી ગઝલે આ ફ્લેટ પસંદ કર્યો હતો બંને પોતાના નામને સાર્થક કરતા હળવા અવાજે સીડી પ્લેયર સાંભળતા હતા,જેમાં ગઝલ ચાલતી હતી, "હોશ વાલો કો ખબર ક્યા જિંદગી ક્યાં ચીઝ હૈ !!!!બંને પોતાની જિંદગીની વહેતી ગતિ માણતા હતા. જીવન ખૂબ