"ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત " પ્રેમની મહેફિલ જાણે ખાલી ચાર દિવસની ચાંદની જ લઇ ને આવી હોય તેમ તે અંધેરી રાત લઈને ફરી સ્નેહાની જિંદગીમાં દસ્તક આપવા આવી ગઈ. વિશ્વાસ, પ્રેમ બધું એકપળમાં પુરુ થઈ ને વિખેરાઈ ગયું. તે સમજી નહોતી શકતી કે શું થઈ રહયું છે. લાગણીઓ તકલીફ આપી રહી હતી. ના ઓફિસમાં તેનું મન લાગતું હતું, ના ઘરે તેમને કોઈની સાથે વાત કરવાનું મન થતું હતું. વિચારો વચ્ચે તે ફસાઈ રહી હતી. તુટી રહી હતી, હારી રહી હતી. શું કરવું ને કોને વાત કરવી કંઈ જ સમજાય નહોતું રહયું બસ લાગણીઓ આસું આપી