પૂનમની રાતે ઘૂઘવાતા દરિયા ની સામે જુદા જુદા પ્રકારના એક સાથે પડેલા પત્થરમાંના એક પત્થર પર મનસ્વી દરિયાને તાકતી બેઠી હતી એની ચૂંદડી જાણે દરિયાના ઉછળતા મોજા સાથે મળવા મથતી હોય એમ ચંદ્રની રોશનીમાં તરવરતી હતી.....આકાશ ત્યાં પોહચ્યો. દૂરથી જોતા આકાશને મનસ્વીને ઓળખતા જરા પણ વાર ન લાગી. પોતે એકદમ નિશ્ચિત હતો કે એ મનસ્વી જ છે...... " મનસ્વી " આકાશે પાસે જઇ પાછળથી એના ખભા પર હાથ મૂક્યો..... અચાનક કોઇનો અવાજ સાંભળતા મનસ્વીના અંતરમાં ડરનો સંચાર થયો એટલે એક ઝાટકા સાથે ઉભી થઇને બે - ચાર ડગલાં ચાલીને પાછળ ફરી.... " ઓહહ....આકાશ તું " માથે હાથ દઈ, પરસેવો લૂછી