મંજીત - 16

  • 2.2k
  • 2
  • 748

મંજીત પાર્ટ : 16મંજીતે કશું સમજે એ પહેલાં તો સારા કિસ કરીને હટી ગઈ."શું મજાક છે નાદાન છોકરી?" મંજીતે સારા તરફ ફરતાં પૂછ્યું."ઈશ્ક.." સારાએ કહ્યું."નાદાન.." મંજીતે કહ્યું."નાદાન ઈશ્ક." સારાએ જવાબ આપ્યો."સારા..!!" ગુસ્સાથી મંજીત સારાના નજદીક ગયો. સારાનાં બંને બાવડાં પકડીને હચમચાવતાં કહ્યું, " સારા તું અત્યારે જ અહીંથી જતી રહે. આ ઈશ્કનો અંજામ સારો નહીં આવશે એ તું પણ સારી રીતે જાણે છે. તું શું સમજે છે પોતાને?? તને ઈશ્ક કરવા માટે તારા સ્ટેટ્સનાં છોકરા ન મળ્યા..!!" મંજીત એકધારું ગુસ્સામાં બોલતો જતો હતો." મારા સ્ટેટ્સનાં ઘણા છોકરાં મળી રહેશે મંજીત. મારી પાસે જે સુખસાહ્યેબી છે એ જ એમની પાસે પણ છે.