અનજાન સવારી

  • 3.2k
  • 830

"ના ના. આજે મેડમની વર્ધી પર છું. ચાલ...પહોચીને પછી વાત કરું, હમણાં રીક્ષા ચલાવું છું." રિક્ષાવાળાએ ફોન કાપી નાખ્યો. અમારા જેવા છૂટક પેસેન્જરો હોવા છતાં એ અમદાવાદી રિક્ષાવાળો જબરું ગપ્પુ મારી ગયો. 'જુઠ્ઠો સાલો' મનમાં બોલાઈ ગયું. ઘડિયાળમાં જોયું તો સાંજના ૪.૫૧ થતા હતા. રિક્ષામાં માત્ર હું અને રીક્ષા-ડ્રાઈવર હોવાથી હું મારી બાજુમાં બેસેલી યુવતીને નિહાળી શકતો હતો. પરંતુ, આંખની પાંપણો સંસ્કારના ભારથી નીચે જ ઝુકેલી રહી. હોર્મોનવશ થઇને તો પણ હું એની લાલ નેઈલપૉલિશ કરેલી પગની સુંદર આંગળીઓ ને તાકી રહ્યો. મને ગમે એ જ રીતે એકદમ ચોકસાઈથી કરેલી નેઈલપૉલિશ જોઈને હું ખુશ થયો. એકદમ ગોરી અને ચમકદાર ચામડી થી મઢેલી