યોગ-વિયોગ - 46

(356)
  • 22.9k
  • 14
  • 15k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૬ અભય અને વસુમા બગીચામાં બેસીને વાત કરી રહ્યાં હતાં. અલય એ જ વખતે બેગ લઈને બહાર નીકળ્યો. ‘‘મા, હું નીકળું છું.’’ અલય વસુમાને પગે લાગ્યો. ‘‘બેટા, હું જાણું છું તું બિઝી હોઈશ, પણ સંપર્કમાં રહેજે દીકરા.’’ અલયથી અકારણ જ પુછાઈ ગયું, ‘‘બાપુનો કોઈ મેસેજ ?’’ ‘‘એટલે જ ચિંતા થાય છે. જે સ્થિતિમાં અહીંથી ગયા છે એ સ્થિતિમાં ત્યાં શું થયું હશે...’’ ‘‘બે દિવસ થયા, મા, હું ફોન કરું.’’ અભયે ખિસ્સામાંથી સેલફોન કાઢ્યો, ‘‘ક્યારના પહોંચી ગયા હોવા જોઈએ.’’ ‘‘ફ્લાઇટ ડીલે હશે.’’ અલયે નીકળવાની તૈયારી કરી. ‘‘અરે, પણ એવું કેવી રીતે ચાલે ? પરમ દિવસે રાતના