શિક્ષણ અને સંતાપ - દિવ્યેશ ત્રિવેદી

  • 3.4k
  • 968

અમારા ગામથી દસ-બાર કિલોમિટર દૂર અંતરિયાળ વસેલા ગામના જીવરાજ ભગતની વાત સાંભળવા જેવી છે. જીવરામ ભગત અને એમના નાના ભાઈ પુરુષોત્તમભાઈ એક જ ઓરડામાં વર્ષોથી સાથે રહે છે અને બાપ-દાદાની જમીન ખેડે છે. સાંજનાં સમય ભજન-ભક્તિમાં વિતાવે છે. એમને એક જ દીકરો છે, લાભુ. દીકરાના જન્મ પછી લાભુની મા સ્વર્ગે સિધાવી અને લાભુને પુરુષોત્તમભાઈ અને એમનાં પત્નીએ ઉછેર્યો. પુરુષોત્તમભાઈને ત્રણ દીકરા અને એક દીકરી છે. લાભુને એમણે દીકરા તરીકે જ ઉછેર્યો છે. જીવરાજ ભગતને આ એકનો એક દીકરો હતો. એથી એમને એને ભણાવવાની ઈચ્છા થઈ. બધાના કહેવાથી એમણે લાભુને ભણાવ્યો. લાભુ કૃષિ મહાવિદ્યાલયમાંથી ભણીને આવ્યો અને એણે ખેતીમાં પોતાની બુદ્ધિ