નારી 'તું' ના હારી... - 4

  • 4.1k
  • 1.5k

( સવિતાબેન પાછળ એકવાર પેટ જોયા વિના ઘર તરફ નીકળી ગયા અને મોહનભાઇ ત્યાં જ ટેકો દઈને બેસી ગયા...)પછી મોહનભાઇ એક ઊંડો નિશ્વાસ નાખીને ત્યાંથી ઉભા થઇ ગયા. ધીમે ધીમે ચાલીને એ ઘરે પહોંચ્યા. અંદર જઈને જોયું તો સવિતાબેન શેટી પર બેસીને રડતા હતા. બન્ને ગોઠણને છાતી સરસા ચાંપીને ગોઠણ પર માથું નાખીને સવિતાબેન ડુસકા ભરતા હતા. બાજુમાં ઘોડિયામાં માનસી હજી પણ એટલી જ નિર્દોષતાથી સૂતી હતી. મોહનભાઇ ઉંબરા પાસે ઉભા ઉભા થોડીવાર બધું જોઈ રહ્યા. મોહનાભાઈને પણ હવે પરિસ્થિતિ વધારે વણસી હોઈ એમ લાગ્યું. જો કે એમની નજર સામે જે જોયું એ પરથી તો સવિતાબેન માફીને પાત્ર હતા નહિ પણ