બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (10) આજે કોલેજનો બીજો દિવસ હતો. હું શંકર સાથે તેની બાઈક પર કોલેજ જવા માટે નીકળી ગયો. આમ તોહ, હું કોલેજ બસમાં જ જતો. જીવનની અસલ મજા તો તેમાંજ રહેલી છે. મુસાફરીની મજા બસ, ટ્રેન અને એવા કેટલાંક વાહનોમાં જ માણી શકાય છે. સાચું કહું તોહ, અમારી પાસે ત્રણ કાર છે. અને એમાંય બે બુલેટ ઘેર પડી હોય છે. આ બધું પિતાજીએ મારી માટે જ લીધું હતું. પરંતુ, હું સાઈકલ અથવા અન્ય સાર્વજનિક સાધનોમાં જ મુસાફરી કરવાનું પસંદ કરતો. આમતેમ માત્ર કોઈને દેખાડવા માટે આંટા મારવા એ મને ન ગમતું. હું એક સામાન્ય વ્યક્તિ હતો.