યોગ-વિયોગ - 45

(355)
  • 24k
  • 19
  • 15.7k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૫ અભય અને અજય ટેબલ પર બેઠા હતા.જાનકી અલયના ખભે માથું મૂકીને રડી રહી હતી. ‘‘શું થયું ?’’ કોઈએ જવાબ ના આપ્યો, ‘‘શું થયું જાનકીને?’’ ‘‘પોતાના નસીબને રડે છે.’’ અજયના અવાજમાં કડવાશ હતી, ‘‘રડવા દો.’’ ‘‘જે થવાનું હતું એ થઈ ચૂક્યું જાનકી, હવે તમારી ભૂલ છુપાવવા માટે રડવાનો કોઈ અર્થ નથી.’’ અભયે કહ્યું અને અજય તરફ જોઈને કહ્યું, ‘‘તું કહે છે કે મારે કહેવાનું છે ?’’ ‘‘શું?’’ વસુમાએ પૂછ્‌યું અને ખુરશી ખેંચીને ટેબલ પર ગોઠવાયાં, ‘‘જાનકી બેટા, સવારના પહોરમાં શા માટે રડીને દિવસ શરૂ કરો છો ? શું થયું છે ?’’ જાનકી એક પણ અક્ષર