"" લઠ્ઠબત્તી બાર મુંજો એરિંગ વનાણુંઢોલરાંધ રમધે મુંજો એરિંગ વનાણુંએરિંગ જે ભદલે તોકે ઠોરીયા ધડાપ ડિંયાં "" આ કચ્છી લોકગીતમાં ઢોલ પર રાસ રમતા પત્નીની એરિંગ ખોવાઈ જાય છે. જૂના વખતમાં ગામડી લોકો ટ્યુબલાઇટને લઠ્ઠબત્તી કહેતાં, પત્ની -પતિને ટ્યૂબલાઇટમાં એરિંગ શોધવાનું કહે છે પણ પતિને એરિંગ ન મળતા બદલામાં ઠોડીયા, હાર, ટીલડી વગેરે આભૂષણો લઈ આપવા કહે છે. આ કચ્છી લોકગીત જ્યારે ઝોહરાબેને ગાયું ત્યારે તેની મીઠાશ કઈક ઔર જ હતી. આવાં તો કેટલાય કચ્છી અને રાજસ્થાની લોકગીતોનો ખજાનો ઝોહરાબેન પાસે છે. આ લોકગીતોને પામવા તેમને 8 વર્ષ લાગ્યા અને આખરે આ ખજાનાની પ્રાપ્તિ બાદ ઝોહરાબેન ઓળખાયા ડોં. ઝોહરા તરીકે.