યોગ-વિયોગ - 44

(345)
  • 22.6k
  • 18
  • 15k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૪ શ્રીજી વિલાની સવાર આજે રોજ કરતા જુદી નહોતી. પોતાના ઓરડામાં સૂતેલાં અજય અને જાનકી, અને તૈયાર થઈ રહેલા અલયને વસુમાનું ભજન સાંભળીને સહેજ નવાઈ લાગી. બધાએ ધાર્યું હતું કે સૂર્યકાંત જે રીતે આવ્યા અને આટલું રોકાઈને ગયા એ પછી એમના જવાથી વસુમા સહેજ વિચલિત થયાં હશે. આજની સવાર કદાચ સહેજ જુદી સવાર બનીને ઊગે તો વસુમાને સંભાળી લેવાની માનસિક તૈયારી સાથે જાનકી તૈયાર થઈ રહી હતી. પરંતુ સાડા છના ટકોરે વસુમાના ગળામાંથી સૂરીલું ભજન સાંભળીને શ્રીજી વિલાનો બગીચો ગદગદ થઈ ગયો. ‘‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો ? ‘તે જ હું’ ‘તે જહું’ શબ્દ બોલે,