લાગણીનું અમીઝરણું

  • 4.1k
  • 1
  • 1.2k

કેમ છે...અમને તો એમ કે સઘળું હેમ-ખેમ છે,પણ એતો અમારો ક્યાંક વ્હેમ છે!ચારે બાજુથી અજવાળું ભાસે છે,પછી ભીતરમાં આ અંધારું કેમ છે!ચેહરા પર સ્મિત તો આવે ને જાય,પણ આ અંતર ઉદાસ તારું કેમ છે!જીવનનો સરવાળો ખોટો પણ થાય,એમાં એક એજ ભૂલ તારી કેમ છે!હાથની રેખાનું ચાલે નહીં જોર અહીં,ઝબકીને જો આ આયનામાં કોણ છે!..........................................................કેવો સંબંધ હશે...નાની કાંકરી નાખી અને ડૂબી ગઈ જળમાં,એનો કેવો સંબંધ હશે આ લાકડાની સાથે!ભરતી ને ઓટ તો દરિયામાં આવે ને જાય,એનો કેવો સંબંધ હશે આ ચાંદાની સાથે!ગહેકી જાય મોરલો વન-વગડામાં નાચીને,એનો કેવો સંબંધ હશે આ વર્ષાની સાથે!સંધ્યાએ તારલાઓ ટમકી જાય આભમાં,એનો કેવો સંબંધ હશે આ રોશનીને