અંતરની વાત.

  • 3.2k
  • 718

ગ્રીષ્મ ઋતુના ધોમધખતા તાપમાં અસહ્ય ઉકળાટ અને ગરમીની પરકાષ્ટાની વચ્ચે એક ગાડી નવાનગરના કાચા ધૂળિયા રસ્તા પરથી પસાર થઈ રહી હતી. અચાનક કારચાલકનું ધ્યાન ગયું કે ગાડી થોડી ડગમગ થઈ રહી છે એટલે એણે એક્સિલેટર પરથી પગ હટાવીને બ્રેક પર પગ મુક્યો અને પુરપાટ ઝડપે ચાલતી ગાડીના પૈડાં થંભી ગયા. એણે બહાર આવીને જોયું તો આગળનું ટાયર સંપૂર્ણ સપાટ થઈને જમીનને સ્પર્શિ રહ્યું હતું. એસી ગાડીમાંથી બહાર નીકળતા જ એને પ્રચંડ ગરમીનો અનુભવ થયો. સૂર્યનારાયણ જાણે અગ્નિવર્ષા કરતા હોય એમ એના શરીરને દઝાડી રહ્યા હતા. ગાડીમાં બેઠા હતા ત્યારે એસીના ઠંડા પવને એને આ ગરમીનો અહેસાહ ના થવા દીધો પરંતુ ગાડીની