મોજીસ્તાન પ્રકરણ-4 "બટા...ટેમુ...મને ટાઢું પાણી પા...પસી તું આ બયણીનો તોલ કરજે...લે ઝટ મને તરસ લાગી સે." તખુભાએ બરણીનો ધડો કરતા ટેમુને પ્રેમથી કહ્યું. "જોવો તમે બોલ્યા ઈમાં હલી જીયું...તમે ઘડીક બેહોને બાપુ...ઈમ કાંય તમારો જીવ વ્યો ની જાય.'' ટેમુએ કાંકરો બદલતા કહ્યું."લે ભાઈ જરીક ઉતાવળ કર્ય. મારા વાલા...તમાર જમયને પસ દાડીએ નો જાવું હોય...?" ધમૂડી પણ હવે થાકી હતી."ઈમ નો થાય...તોલ તો થાવો જ જોવે ને...! આ તમારી બયણીનું કોણ જાણે ચેટલું વજન સે...!" ટેમુ વારાફરતી પાણકા બદલતો બદલતો બોલ્યો. તખુભા ટાઢા પાણી માટે અને ધમૂડી પોતાની સલવાયેલી દાડીના બદલામાં તેલ લેવા માટે ટેમુની ટાઢી જાળમાં ફસાયા હતાં. તખુબાપુની