વેધ ભરમ - 14

(170)
  • 9.3k
  • 6
  • 5.6k

રિષભ અને હેમલે મહાલક્ષ્મી ફાસ્ટફૂડ એન્ડ જ્યુસ સેન્ટરમાં દાખલ થઇને જોયુ તો લગભગ બધા જ ટેબલ ભરેલા હતા. તે લોકો હજુ કંઇ વિચારે ત્યાં છેલ્લા ટેબલ પરથી એક છોકરીએ તે લોકો સામે હાથ ઊંચો કર્યો. આ જોઇ બંને તે ટેબલ તરફ આગળ વધ્યા. ટેબલ પાસે પહોંચી તે છોકરીનો ચહેરો જોતા જ બંને ચોકી ગયા. આ એજ છોકરી હતી જેના ન્યુડ ફોટા દર્શનના મોબાઇલમાં હતા. હેમલ અને રિષભ બંનેએ એકબીજા સામે જોયુ અને પછી છોકરીની સામેની બેઠક પર બેઠા. તે લોકો બેઠા એટલે પેલી છોકરીએ કહ્યું “હુ જ શ્રેયા દેસાઇ છું. પહેલા બોલો શું લેશો?” આ સાંભળી રિષભે કહ્યું “હું સુરત