રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૪ સુજાતાનો રાજકીય પક્ષના કાર્યાલયમાં પ્રવેશ અંજના માટે ચોંકાવનારો હતો. જતિન પક્ષમાં સક્રિય હતો ત્યારે ક્યારેય સુજાતાએ પક્ષના કાર્યાલયનો દરવાજો જોયો ન હતો. આજે તે મહિલા મંડળની સંચાલિકાની હેસિયતથી આવી હોવાનું કહી રહી હતી. અંજનાને તેના અવાજમાં ન જાણે કેમ ઇરાદો કોઇ બીજો જ લાગી રહ્યો હતો. સુજાતાને પોતાનું કોઇ કામ પડ્યું હશે કે કોઇ રાજકીય મદદ માટે કાર્યાલયમાં આવી છે એની અટકળ કરતી અંજનાએ અત્યારે કોઇ વિવાદ ઊભો કરવાને બદલે સહજ રીતે તેને ઘરે આવેલા મહેમાન જેવો આવકાર આપતાં કહ્યું:"સુજાતાબેન, આવો...બેસો." સુજાતા અંજનાને ઓળખતી ન હતી. પહેલી