બા, હું રેલમંત્રી બનીશ - અધ્યાય ૧૪

  • 3k
  • 1
  • 802

અધ્યાય ૧૪ ત્રણથી સવારના છ સુધી હું માત્ર પડખાં ઘસતો રહ્યો. નિંદ્રા આવે તો પણ ક્યાંથી આવે, ચિંતાએ મગજ પર કબજો કરી લીધો હતો. બે થી ત્રણ વાર બહાર આંટા મારી આવ્યો, પણ મનમાં મચેલુ વિચારોનુ ધમાસાણ ઓછુ ન થયુ તે ન જ થયુ. આખરે હું મારી રોજીંદી ક્રિયાઓ પતાવી, નાહી-ધોઈ બેઠકરૂમમાં આવ્યો. મિનલ અને અર્જુન તૈયાર થઈ ચૂક્યા હતા. મિનલે સાદી એક નેતાને શોભે તેવી સાડી પહેરી હતી, જ્યારે અજ્જુએ સાદો ઝભ્ભો-લેંગો પહેર્યા હતા. મિનલ અત્યારે પણ બિલકુલ સ્વસ્થ જણાતી હતી. મિનલ નાની હતી ત્યારે પણ બિલકુલ જીદ્દી હતી. કોઈ વસ્તુ માટે એ ઈશ્વરભાઈ કે મારી પાસે હઠ કરતી,