“મે તો પહેલા જ ના પડી હતી કે અહી ઘરમાં મડદા ના દટાય.” “એ તો આ વિરૂભા ખબર નહીં ક્યાથી આવી ગયા એમાં આ બધો લોચો લાગી ગયો.” “વિરૂભા નહોતા આવ્યા તો પણ મે તો ના જ પાડી હતી ને!” “રામ જાણે વિરૂભા કેમ અહી આવી ચડ્યો એમાં ઉલમાથી ચૂલમાં પાડવા જેવુ થયું” “અફસોસ તો મને પણ થાય છે, એ બિચારી ને પૈસા આપીને રવાના કરવાના બદલે આપણે લોકોને શું સુજયું કે આવું કરી બેઠા!” “હવે આ બધી વાતો કરવાનો કોઈ અર્થ નથી આગળ શું કરવાનું છે એ વિચારો.” અભય અને સુહાસ વચ્ચે ચાલી રહેલી