“બાની”- એક શૂટર ભાગ : ૨૭થોડા દિવસમાં જ મને જાણવા મળ્યું કે મીરાંના ડેથ થવાનાં કારણે એની જગ્યા પર મને લેવામાં આવી હતી. મીરાંને લઈને જે આલ્બમની અધૂરી શૂટિંગ થઈ હતી એને પડતી મુકીને નવેસરથી મારા દ્વારા પૂરી કરી હતી. મીરાનું પણ મારી જેમ નવી જ એન્ટ્રી હતી. ડાયરેક્ટર સંતોષ સાહેબે એ વાતને બહાર એક્સપોઝ કરી ન હતી એનું કારણ એ હતું કે એના દીકરા અમન સાથે જ મીરાનું અફેર હતું. આરાધના પ્રોડક્શન હાઉસ હમેશાં એક નવા ચહેરાને પ્રાધાન્ય આપતાં હતાં. અને મીરા એટલી ફેમસ પણ ન હતી કે એની આત્મહત્યાને વાતનું વતેસર મળે..!! એવાં જ સારા નરસા દિવસો ત્રણ મહિના સુધી