સાજન ઘરે આવ્યાં !

  • 3.4k
  • 978

સાજન ઘરે આવ્યાં ! સને - 1890 નો સમય ચાલતો હતો. રાજકુંવરી ભાનુમતી સોળે શણગાર સજીને બેઠી છે. સોના - રૂપાના તાર થી મઢેલા ઘરચોળામાં રાજકુંવરી જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી આવી હોય એવું લાગે છે. આખું સોનીપત ગામ અને આજુબાજુનાં ગામ માંથી નાનેરા બાળકોથી માંડીને વૃદ્ધ સહિતના લોકોને યજમાન તરીકે બોલાવવામાં આવેલાં હતાં અને દરેક લોકો આજે રાજકુંવરી ભાનુમતીને એકીટશે નિહાળી રહ્યા હતાં. રાજકુંવરીને જોઈને કોઈની પણ નજર તેના પરથી હટી નહોતી રહી એટલી સુંદર - સોહામણી-મનોહર લાગી રહી હતી રાજકુંવરી ભાનુમતી !!!. સૌરાષ્ટ્ર નાં એક નાનકડા સોનીપત ગામનાં મહારાજા ભુપેન્દ્રસિંહ રાજ કરતા હતાં. ગામ લોકો મહારાજા ભુપેન્દ્રસિંહ ને ખૂબ