કાશી

(26)
  • 3.4k
  • 1
  • 956

કાશી.....? ક્યાં મરી છે..! કાશી.....??? ગગુમાં જોર જોરથી એમની વહુ કાશીને બુમ મારી રહ્યાં હતાં..કાશી ગગુમાંના એકના એક દીકરા કેશવની વહુ હતી. કેશવ અને કાશીના લગ્ન આઠેક વર્ષ પહેલાં થયા હતા. બંને એકબીજાને ઓળખતા પણ નહોતા છતાં એમના જીવ જાણે જન્મોથી સંગાથી હતા.! કેશવ એક આર્મી ઓફિસર હતો જ્યારે કાશી અભણ હતી. આખા ગામમાં એક કેશવ જ આર્મીમાં હતો એટલે ગગુમાં ગામમાં કેફથી રહેતા. "હા, માડી બોલો." કાશી એની મેલી, ફાટેલી સાડી માથે ઓઢતા બોલી. "ઓલી ગીતા તને બોલાવે છે જા, કદાચ રઘલો આવ્યો હશે."રઘુનું નામ સાંભળતા જ કાશીની આંખો ચમકી. એ તરત જ બધુ કામ પડતુ મુકી ગીતાના ઘર તરફ જવા નીકળી."ઊભી રે, ઓરૂ