ગૃહિણી

  • 7.8k
  • 1.9k

ગૃહિણી એટલે... મારી મમ્મી, કાકી, ભાભી, અને મોટી બહેન, પણ હું નથી! મને બનવું પણ નથી! સાચું તો એ છે કે હું બની જ નહીં શકું ક્યારેય!! Lockdown ના એક અઠવાડિયા પહેલાં હું કોલેજ હોસ્ટેલ થી ઘરે આવી. આમ હોસ્ટેલ થી પાછું ઘરે આવીએ તાણે બહુ કામ ઉકલે હો! કેમ કે ત્યાં માત્ર ખાઓ-પીઓ અને પોતાની ચમચી ધોવો. એટલે મેં પણ હોંશ માં આવી મહારાજની જેમ મમ્મી પર અનહદ પ્રેમ વરસાવી કહી દીધું “જા, મમ્મી જા,... તું પણ તારા મમ્મીનાં ઘરે જઇ આવ... તું પણ શું યાદ કરીશ તારી દિકરીના રાજ ને".