ઘડતર - વાર્તા 2 - મોબાઈલ છોકરો

  • 4.2k
  • 1.6k

બીજા દિવસની રાત્રે અનંત અને આસ્થા લડતાં લડતાં રૂમમાં આવ્યા. બંને વચ્ચે હજુ ઝઘડો ચાલુ જ હતો. આસ્થા બોલી કે, "ભાઈ તારી પાસે મોબાઈલ મમ્મી અને પપ્પાએ લઈ આપેલ છે. એટલે તારે મારી જોડે શેર કરવો તો પડે જ. " અનંત બોલ્યો કે, "શું કામ શેર કરું?" આસ્થા રોવા જેવી થઈ ગઈ ને બોલી કે, "ધેટ સો નોટ ફેર. યુ..... યુ આર ચીટર." "અરે અરે, આસ્થા રડ નહીં અને અનંત ઝઘડો ના કરો." દાદાએ કહ્યું. આસ્થા બોલી ઊઠી કે, "જુઓ ને દાદા" "તમે બંનેને તો મોબાઈલ માટે 'મોબાઈલ છોકરાં' વાર્તાના અનય જેવું વળગણ છે. એના જેવું જ તમારી જોડે થવું