નીતિન ઘરે પહોંચ્યો, એને પોતાના પિતાને રિધિમાં વિશે પૂછવાની કોઈ જ ઈચ્છા નહતી. રખે ને ક્યાંક એ કઈ ઊંધું સમજી બેસે. બસ એ વિચારથી એણે આ બાબત ટાળી. ખાવાનું મન તો હતું નહીં. પેટ દુખાવાનું બહાનું બનાવી એણે પિતાને જમાડી દીધા. રિધિમાંનો પણ એ જ હાલ. ફરક એટલો હતો કે એણે "ઓફિસમાં નાસ્તો કર્યો છે" એ બહાનું બતાવ્યું. અને બંને જણ રાતભર એ ઘટના માટે આંસુ વહાવતા રહ્યા. રિધિમાં એક છોકરી હતી, એ આંસુ વહાવે એ કદાચ સમજી શકાય, પણ નીતિન એક પુરુષ હોવા છતાં એની આંખોમાં આંસુ હતા, રિધિમાંએ લીધેલુ પગલું અને એનું નીતિનના જીવનમાં મહત્વ આ બન્ને વચ્ચે