રહસ્યમય ડાયરી... - 4

  • 4k
  • 1.6k

(આપણે આગળ જોયું કે દિગ્વિજયસિંહ અજય ને તેની બહેન ને જાન થી મારી નાખવાની ધમકી આપે છે અને જો તે પોતાની બહેન ને બચાવવા માંગતો હોય તો એક રહસ્યમય ડાયરી પ્રોફેસર નાં ઘરે થી લાવી આપવા કહે છે પણ અજય તે શોધી શકતો નથી અને નિરાશ થઈ પાછો ફરે છે, હવે આગળ....) માણસ મજબૂરીમાં શું નથી કરતો? પ્રમાણિક અજય આજે તેના જ આદર્શ પ્રોફેસરને ત્યાં ચોરી કરવા જઈ રહ્યો હતો. રીમાએ તેને ઘણી વખત તેના પિતાની સાથે જોયો હતો, નહિતર તે આવી રીતે કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં કેમ આવવા દે? તેના પિતાના મોઢે ઘણી વખત અજયના વખાણ જ સાંભળ્યા હતા.