હેલી ના માતા-પિતા તેને શોધતા જેસંગભાઈ ને ત્યાં તેને જોઈ ને હાશકારો અનુભવે છે . કાળી સાથે બનેલી બધી ઘટનાઓ ની ચચૉ બાદ બધા પરબત ને સજા અપાવવા સાથે મળી ને કોઈ રસ્તો લેશે એ નક્કી કરે છે. પછી અજયભાઈ એ હેલી ને જમવાનું બનાવવાનું કહી વાતાવરણ ને હળવું કરવા પ્રયાસ કર્યો . જેસંગભાઈ એ કહ્યું કે કાળી રસોઇ કરવાની આળસુ હતી , જ્યારે શાક ખાવાની ઈચ્છા હોય ત્યારે આજુબાજુ ના ઘર થી લઈ આવતી .