જગતનો સમ્રાટ (ભાગ-18) આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજીનો સીધો જ જૈનીષ અને તેના માતા પિતા બીનીતભાઈ અને રમીલાબેનને સત્યથી પરિચિત કરાવવાનો પ્રયાસ એમની ધારણા મુજબ સફળ થતો નથી. રમીલાબેનની વિચલિત મનોસ્થિતિથી જૈનીષ આ સમયે આ સત્ય સ્વીકારી શકે તેમ નથી એનો અંદાજ ગુરુજીને આવી જાય છે. માટે હાલ પૂરતું ગુરુજી સત્ય જણાવવાનું મોકૂફ રાખવાનો નિર્ણય લઈ લે છે. ગુરુજી રાજેશભાઈના ઘરે જવાની ઈચ્છા પ્રગટ કરે છે અને પછી તરત કૈલાશધામ નીકળવાની તૈયારી દર્શાવે છે. રાજેશભાઈ પોતાને ઘરે ગુરુજીને લઈને આવવા માટે નીકળે છે. સાથે સાથે આચાર્ય સાહેબ, આનંદ સર તથા જૈનીષ અને દિશાના પરિવારને રાત્રિ