જીવનનો અભિગમ

  • 4.4k
  • 1.3k

માનવ પોતે જ પોતાના જીવનનો ભાગ્યવિધાતા છે અને પોતે જ પોતાના જીવનને ઉન્નતિ કે અવનતિના માર્ગે લઈ જતો હોય છે. આ ઉન્નતિ કે અવનતિનો આધાર તેની જીવન તરફની દ્રષ્ટિ અને જીવન જીવવાના અભિગમ ઉપર નિર્ભર છે. જીવન સતત સંઘર્ષ અને સમસ્યાઓથી ઘેરાયેલું હોય છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ કેવો અભિગમ અપનાવે તેના પર જ તેની પ્રગતિનો આધાર છે. જો આપણે એ પરિસ્થિતિનો સામનો હકારાત્મક બનીને કરીએ તો ખૂબ જ આગળ વધી શકાય છે. દરેકના જીવનમાં એકવાર તો એવી વિકટ પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે કે જ્યારે દરેક પરિબળો આપણી વિરોધમાં