૧૪ સપ્ટેંબર –અખિલ હિન્દ અંધજન ધ્વજ દિન નેશનલ એસોશીએશન ફોર ધ બ્લાઈન્ડ દ્વારા સંપૂર્ણ અંધ અને અલ્પ દ્રષ્ટિ ધરાવતા લોકો શિક્ષણ,તાલીમ,રોજગાર મેળવે અને નેત્રહીનતાની અટકાયત અને નિવારણ અર્થે જનજાગૃતિ લાવવા માટે અખિલ હિન્દ અંધ ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે.વિવિધ સામાજિક,શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, નાણાકીય સંસ્થાઓ, તમામ નાગરિકો નેત્રહીનતાની ઝુંબેશમાં જોડાય તે જરૂરી છે.ચક્ષુદાન એ મૃત્યુ પછીનું શ્રેષ્ઠ દાન છે એના દાનના સંકલ્પ સાથે અંધજનોના કલ્યાણ માટે યથાશક્તિ ફાળો આપવો એ આપણી નૈતિક ફરજ છે. ઈ.સ.૧૯૫૨ની ૧૯જાન્યુઆરીએ મુંબઈ ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી.૫૦ વર્ષના ગાળામાં તમામ વયજૂથના પ્રજ્ઞાચક્ષુઓને માટે દેશમાં વિવિધ સંસ્થાકીય અને બિનસંસ્થાકીય પ્રવૃતિનો