મીઠી ઓ મીઠી જલ્દી કર.આપણને મોડું થશે.અને હા સાંભળ કહી દઉ છું અહિયાથી વધારે કોઈ સામાન નથી લઈ જવાનો.ત્યાં બધુ જ છે.એટલે ખોટી ભીડ કરવાની જરૂર નથી પણ ત્યાં તારો આ ગામઠી પહેરવેશ નથી ચાલવાનો.ત્યાં તો તારે શહેરી મેમ બની ને રહેવાનુ છે સમજી.ચાલ ચાલ હવે જલ્દી કર. આવુ બોલતો બોલતો પરેશ બધો સામાન પેક કરી રહ્યો હતો. અરે સાંભળો હુ તમને એક વાત કહુ,આ શહેર જાવુ જરૂરી જ છે.બાપડા મને તો મારુ ગામડું જ વ્હાલું હો. શહેરની ચકાચોંધ હુ ના ખમી શકુ બાપા. આતો તમારી બદલી થઈ સે એટલે બાકી મને તો મારુ ગામડું જ વ્હાલું હો.અને એક વાત