યોગ-વિયોગ - 43

(338)
  • 22.9k
  • 18
  • 15k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૪૩ એસ.વી. રોડ પરના ટ્રાફિકમાં અલય બરાબરનો સલવાયો હતો. ના આગળ જઈ શકાય એવું હતું, ના પાછા વળી શકાય એવી સ્થિતિ ! એનું મગજ અકળામણથી ફાટ ફાટ થતું હતું. ઘડિયાળ દસ ને પચીસનો સમય બતાવતી હતી અને હજી તો એ મલાડ પણ ક્રોસ નહોતો કરી શક્યો. રિક્ષાવાળાએ એને બેસતાની સાથે જ પૂછ્‌યું હતું, ‘‘હાઇવે સે લૂં ક્યા ?’’ ત્યારે અલયે કારણ વગરની બુદ્ધિ વાપરીને એને કહ્યું હતું, ‘‘નહીં, નહીં, એસ.વી. રોડ સે લે લો.’’ ‘‘સાબ, બહોત ટ્રાફિક લગેગા...’’ અલયને ત્યારે એમ હતું કે પાર્લા વેસ્ટ જવા માટે કારણ વગર આગળ-પાછળ કરવાનો કોઈ અર્થ નથી. અત્યારે