"ડોક્ટર સાહેબ...કેમ છો મજામાં...." આવું કહી એક સ્વાર્થી સ્મિત સાથે રીંકેશ તેની પત્નીને લઈ ડૉ. ઉદયની કેબીનમાં ઘુંસ્યો...ડો. ઉદય શહેરના શ્રેષ્ઠ, નિષ્ઠાવાન અને શિસ્તવાન ગાયનેક છે. એમણે પોતાની જિંદગીના 30વર્ષ અભ્યાસમાં જ ખર્ચ્યા છે. ખૂબ જ સંઘર્ષ કરી એ આટલે પોહચ્યા છે. એમને ત્યાં રોજ ઘણા દર્દી આવે છે એટલે આવા રીંકેશ જેવા માખણ ચોપડનારાને તે જલ્દી ઓળખી પડ્યો અને એટલે જ રીંકેશના કુત્રિમ સ્મિતને અવગણી સીધું પૂછ્યું "બોલો શુ સમસ્યા છે..."રીંકેશે પણ સાહેબના મૂડને પારખી બીજા મલાવા કરવાને બદલે કહ્યું કે "મારી પત્ની પ્રિયાને પ્રથમ મહિનો ચાલે છે અટલે ચેક અપ કરવાનુ છે."ડો. ઉદયે એમની કમ્પાઉન્ડરને કહ્યું કે આ